Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Classics Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Classics Others

ગયો ક્યાં એ હસતો જમાનો

ગયો ક્યાં એ હસતો જમાનો

1 min
172

ગયો ક્યાં એ હસતો હસતો જમાનો,

ભર વરસાદે રૂમતો ઝુમતો જમાનો,

કાગળની નાવડી ને કાદવમાં છમછમ,

સાફ દિલ ને બગડેલા લૂગડાં નો જમાનો.

એ ઓટલા પરિષદ ને ચાના સબંધો,

અડધીમાંથી અડધી ચાનો જમાનો,

સાથે વાતના વડા ને હૈયાના સગા એ,

ખભે હાથ મૂકી સાથે રડતો જમાનો.

એ હથેળીમાં જામ ને ગમને ભુલાવો,

વગર દવા એ સાજા થવાનો જમાનો,

એ મામાનું ઘર ને બળતા દીવાની વાતો,

રાતે અગાસી ને ટાઢી પથારીનો જમાનો.

એ લૂંગીનો જમાનો લેંઘાનો જમાનો

બંધ મુઠ્ઠીમાં ખુલમ ખુલ્લો જમાનો,

દિલ બ્લોકેજ વગરનું ને લોહીમાં શાંતિ,

બીપી ને કોલેસ્ટેરોલ વગરનો જમાનો.

વાળે સફેદી ને જાજરમાન જમાનો,

ગયો ક્યાં હું શોધુ એ હસતો જમાનો,

ગયો આપણી સાથે આપણો જમાનો,

સાથે સાથે બિસ્મિલ્લા નો જમાનો.

Rate this content
Log in

Similar gujarati poem from Classics