મારો દેશ
મારો દેશ
સંસ્કૃતીનો વારસો જૂનો,
વાગતો જગમાં ડંકો જેનો.
જ્ઞાન ને વિજ્ઞાનનો ભંડાર,
સદીઓથી ધનનો અંબાર.
ધર્મ ને અધ્યાત્મમાં શીખરે,
રાહ સાચો ચિંધવામાં મોખરે.
દેશ મારો, સદા લાગે પ્યારો,
જગમાં સુંદર અતિ ન્યારો.
ઋષિમુનિ સાધુસંતોની ભૂમિ,
ભગવાનોની પણ જન્મભૂમિ.
મારાં દેશને સત સત નમન,
દર વખતે મળે અહીં જનમ.
