મારો પ્રિતમ
મારો પ્રિતમ
અઢળક પ્રેમ આપી વિશિષ્ટ વ્યક્તિ બની મારાં જીવનમાં સમાયો તું,
દેવાલયમાં પૂજન થાય ઈશનું એમ પૂજાયો તું.
મોહી લીધી મને તારી એ વિશિષ્ટ અદાઓએ મને,
નજરોનાં જામથી ભરપૂર પિવાયો તું.
દિલની ધડકતી ધડકનની સૂરમયી અવાજમાં,
શ્વાસોના શ્વાસની સરગમ બની ફેલાયો તું.
ગુલે ગુલઝાર પણ આજ ખીલ્યાં છે પૂર બહારમાં,
ખીલેલી મોસમમાં ફોરમ બની ફોરમાયો તું.
ચાલ, આજે તો ડૂબી જવું છે તારી સાથે લાગણીનાં દરિયામાં,
મધદરિયે તોફાન બની ટકરાયો તું.
હાથમાં હાથ પરોવી અફાટ રણમાં પગલાં પાડ્યાં,
આભાસી પડછાયામાં મારી સાથે છવાયો તું.
"સખી" યાદનોની મહેફિલને દિવાની બનીને માણતી રહી,
સપનાઓની સાથે મેઘધનુષી રંગોની જેમ રંગાયો તું.

