STORYMIRROR

purvi patel pk

Classics Inspirational

4  

purvi patel pk

Classics Inspirational

પ્રેમપર્વ

પ્રેમપર્વ

1 min
373

દુગ્ધ સમ શ્વેત, ધવલ ચાંદલિયો, ઉગ્યો છે નભના આંગણામાં,

કેસૂડો નવ પલ્લવિત થઈ લહેરાયો છે, આજ વાસંતી વાયરામાં.


વાસંતી વાયરો વિલસ્યો છે, કોકીલ કંઠી કોયલડીના કુંજનમાં,

નજરોથી મળી નજર ને, છલકી ઉઠ્યો છે પ્રેમ તારા- મૈત્રકમાં.


સંબંધોની ઉષ્મા નીખરી રહી છે, હૂંફાળી લાગણીઓના તાપણાંમા,

બની રહ્યો આંજણ કા'નો, અંજાયો છે, મૃગનયનીના કાજળમાં.

  

થિરકી રહ્યો છે થૈ થૈ, રાધા તારો માધવ, મયુરી કંઠના  ટહુકારમાં,

ભમે ભ્રમર મદમસ્ત થઈ, ચહુ ઓર, પુષ્પની કોરે કોરે ઉપવનમાં.

 

પ્રેમનો વૈભવ સજાવ્યો છે, રાણી રુકમણીએ રાજ મહેલમાં,

પરોવ્યા છે નવધા ભક્તિના રંગોને નરસિંહ મહેતાએ, એકતારામાં.

 

'પ્રેમના પર્વને' અલૌકિક બનાવી દીધો, મીરાએ ઝેરના કટોરામાં,

દુગ્ધ સમ શ્વેત, ધવલ ચાંદલિયો, ઉગ્યો છે નભના આંગણામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Classics