STORYMIRROR

Bharat Thacker

Classics

4  

Bharat Thacker

Classics

બાળ વિવાહની આહ

બાળ વિવાહની આહ

1 min
445

આપણા સમાજમાં, બાળ વિવાહની સામાજિક બુરાઈનો ઇતિહાસ છે,

આધુનિક જમાનામાં પણ હજી, ઘણી જગ્યાએ બાળ વિવાહનો ઉપહાસ છે.

 

બાળ વિવાહને નથી જોવાનો માત્ર ધર્મ કે પ્રદેશના નજરીયાથી,

કજોડા સર્જેતી આ બુરાઈ, સમાજ માટે બની રહેવાની એક ત્રાસ છે.

 

બાળ વિવાહની આ સામાજિક બુરાઈ સાથે, સંલગ્ન છે ઘણી આપદાઓ,

માતા અને બાળ મૃત્યુદરનો, વધતો જવાનો રકાસ છે.

 

માનસિક અને શારીરિક પરીપકવતા વગર, બાંધી દેવાય છે બંધન, 

યુગલ જોડી માટે આ બંધન, જિંદગીભરની બની રહે અમાસ છે.

 

બાળ વિવાહના કમનસીબ કુરીવાજ સામે, ધાર વગરનો છે ધારો,

સામુહિક વિચારધારા અને સમજણ બદલાવવાનો કરવાનો સમુહ પ્રયાસ છે.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics