જન્મદિવસ
જન્મદિવસ
મંદિરનો ઘંટ સંભળાયો અને
લાગ્યું કે,બાળપણ વિસરાયું,
શાળાનો બેલ યાદ આવ્યો અને
લાગ્યું કે મોટું થઈ જવાયું.
એ ભૉયચકરડીને રમત ભમરડાની,
ગલીમાં છુંપવાનીને આંધળિયાં પોટાની,
આજ વર્ષો પહેલા પાડેલા ફોટાને,
જોયો અને લાગ્યું કે મોટું થઈ જવાયું.
વરસાદનાં પાણીમાં ભીના છબછબિયાં,
એ છોડ કેરા પાનનાં લીલા ફરફરિયા,
જયા આંકેલા, ફાટેલા કાગળની હોડીને
જોઈને લાગ્યું કે મોટું થઈ જવાયું.
એ રેલનાં ડબ્બા સમ ચાલતી આપણી ગાડી,
રમતો રમતા’તા ઘર-ઘર,વર-લાડી,
વાર્તા જે કહેતાં આજ જોયા તેં માડી,
ને લાગ્યું કે મોટું થઈ જવાયું.
રોટલી ને ઘી માથે સાકર ભભરાવીને,
ચણિયાબોરના ખિચ્ચા છલકાવીને,
આજ જન્મદીવસની શુભકામનાઓ સાંભળી,
તો લાગ્યું કે મોટું થઈ જવાયું.
આઝાદ એ જિન્દગી ને શાળાની મસ્તી,
ના ચિંતા કોઈ વાતની બસ મિત્રોની વસ્તી,
આજ લાખોમાં એકલાપણું અનુભવાયુ,
“યાદ” લાગ્યું કે મોટું થઈ જવાયું.
