વ્હાલનો દરિયો
વ્હાલનો દરિયો
રુમઝુમ રુમઝુમ ઝાંઝરનો રણકાર આવ્યો,
મુજ ઘરમાં માતાજી પધાર્યાનો ભાવ આવ્યો,
નવ મહિને સાક્ષાત દિકરી સ્વરૂપે આવ્યા,
શું કહું હું એના વિષે ? શું વાત કરું હું એની ?
એનું મંદ મંદ હાસ્ય જાણે માતાજી હસતાં,
એની પા પા પગલી એ મુજ આંગણ રૂડું થયું,
ક્યારેક એ હસતી રડતી ક્યારેક એ પડતી,
ક્યારે એ જાતે ખાતા શીખી ને ક્યારે ખવડાવતા,
દિવસો ને પછી વર્ષો એમ ને એમ વિતતા ગયા,
કાલની મારી નાની પરી આજે મોટી થઈ ગઈ,
સાસરે વળાવવા જેટલી થઈ ગઈ,
હા છે દિકરી મારી વ્હાલનો દરિયો.
