પૂર્ણ થઈએ
પૂર્ણ થઈએ
ચાલ દીવાનો શણગાર કરીએ અંતર મહીં,
ક્યાંક કશું ખૂટતું હોય એ પૂર્ણ કરીએ,
જાણું છું કે નથી હું પૂર્ણ કે નથી તું પૂર્ણ,
ચાલ ક્યાંક કશું ખૂટતું હોય એ પૂર્ણ કરીએ,
શું ખૂટે છે એ નથી જાણતો હું કે પછી તું,
ચાલ એક પ્રયત્ન તો કરીએ પૂર્ણ થવાનો,
કૃષ્ણ નામનો દીવો પ્રગટાવીએ ભીતર મહીં,
અંતરમાં એના નામના ઉજાસથી થઈએ પૂર્ણ.

