શ્રી કૃષ્ણ
શ્રી કૃષ્ણ
વાગે ઢોલ -ઝાંઝ પખવાજ કરતાલ સંગ,
ગાય નરસિંહ રાગ કેદારો રીઝવવા કૃષ્ણને,
કેદારો સાંભળી કૃષ્ણ દોડયા અડવા પગલે,
પહોંચ્યા મહેતા શેરી ધરી રુપ નરસિંહનું,
સાથે લઈને ગયા એતો ધૃત બનાવવા લાડુ,
જમાડી પૂરી નાગર નાતને, કર્યું મોં બંધ નાતનું,
ધન્ય શ્રી હરિ જે પહોંચ્યા અડવા પગલે ઘરે,
કર્યું નામ રોશન ભકત નરસિંહનું નાગરી નાતમાં,
આજે પણ સાબિતી આપે છે શ્રી કૃષ્ણ.
