વ્હાલમ
વ્હાલમ
હે કૃષ્ણ જો તું થાય પ્રિયતમ મારો, તો હું પ્રિયતમા તારી ,
બસ એક જ આશ મુજને - શ્વાસોશ્વાસમાં એક નામ તારું,
તારા વિચારોમાં થોડી જગ્યા જો થાય મારી,
તો હું આ જગ છોડી તુજ પાસ દોડી આવું,
મારે ખોવાવું છે બસ એક તારા જ ખયાલોમાં,
નથી રાહ જોવાતી હવે બસ એક તારા વગર,
હે કૃષ્ણ હવે તો થોડી કૃપા કર મુજ ગરીબ પર,
સાક્ષાત નહીં તો સ્વપ્નમાં પણ સ્વીકાર કર,
હવે નથી રહેતો રસ મુજને આ દુનિયામાં,
રસ છે મુજને બસ હવે એક તારા જ નામમાં.

