રક્ષણ
રક્ષણ
બહેનો બાંધે રાખડી કરે રક્ષણ ભાઈઓનું
ભાઈઓ પણ રક્ષણ કરે એમની બહેનોનું,
રક્ષણ કરે કામપિડીત વહેસી દરિંદાથી
રક્ષણ કરે મદિરાના કેફમાં ફરતા દરિંદાથી,
રક્ષણ કરે નશામાં ફરતા અલ્લડ યુવાનોથી
રક્ષણ કરે ખરાબ રવાડે ચડેલા યુવાનોથી,
રક્ષણ તો ભાઈઓ કરવાના જ છે
બહેનો એ સ્વરક્ષણ કરવું જ રહ્યું,
ઊઠો બહેનો જાગૃત થાઓ કરો સામનો
બનેલા આવા અસામાજિક તત્વોનો,
જાતે શીખો જુડો કરાટે ને તલવાર
સાથે રાખો મરચું - મરી - કટાર
હુંકાર કરો લલકાર કરો સામનો કરો,
તો જ આ જગ તમે જીતી શકો
અને દુનિયા પર છવાઈ શકો.
