STORYMIRROR

Manishaben Jadav

Classics Inspirational Children

4  

Manishaben Jadav

Classics Inspirational Children

ઉજવીએ રે

ઉજવીએ રે

1 min
417

આવ્યો છે પર્વ રાષ્ટ્રીય આજે આંગણે

પ્રજાની સ્વતંત્રતાના હકને લઈ આજે

  દેશભકિતના પર્વને સૌ ઉત્સાહથી ઉજવીએ


મેળવવી આઝાદી, સૌના માટે મુશ્કેલ ઘણી

પાર કરી ગુલામી, વેઠી મુસીબત અનેકગણી

દેશભકિતના પર્વને સૌ ઉત્સાહથી ઉજવીએ


વહેડાવ્યુ હતું ખૂન અનેક શહિદવીરોએ

ગુમાવ્યો હતો અખંડ ચાંદલો સોહાગણોએ

દેશભકિતના પર્વને સૌ ઉત્સાહથી ઉજવીએ


ગાઈએ ગાન, દેશભક્તિ અને શૌર્યના

કરીએ યાદ, એ વીરોનાં બલિદાનને

દેશભકિતના પર્વને સૌ ઉત્સાહથી ઉજવીએ


સરદાર પટેલને હતા મહાત્મા ગાંધી

જેણે અંગ્રેજોના રાજમાં લાવી આંધી

દેશભક્તિના પર્વને સૌ ઉત્સાહથી ઉજવીએ


અંગ્રેજોથી મેળવી આઝાદી ખૂબ કપરી

આવી સ્વતંત્રતા ભારત દેશમાં સોનેરી

દેશભકિતના પર્વને સૌ ઉત્સાહથી ઉજવીએ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics