STORYMIRROR

purvi patel pk

Classics Inspirational

4  

purvi patel pk

Classics Inspirational

શૂન્ય તણો સરવાળો

શૂન્ય તણો સરવાળો

1 min
679

ક્ષમા આપે છતાં, મનમાં ઉભરાતું વૈમનસ્ય, 

પ્રતિશોધની જ્વાળામાં ધધકતો, પાખંડી જીવ,

જોઈ કહે કવિ 'કાગ', આ તો શૂન્ય તણો સરવાળો.

આંચળો ઓઢી ફરે સંસ્કારિતાનો, જીવનભર 

છતાં આછકલાઈ, વર્તાય જ જાય તેના વર્તનમાં, 

જોઈ કહે કવિ 'કાગ', આ તો શૂન્ય તણો સરવાળો.

સંબંધોના ગણિતમાં, હંમેશા નાપાસ જ થાય

રચાતી સંધિઓ, મુકાતા અલંકારો, શૂન્યાવકાશમાં, 

જોઈ કહે કવિ 'કાગ', આ તો શૂન્ય તણો સરવાળો.

મૌનની વાચા ન સમજે ને, વ્યર્થ વાચાનો બાંધે માળો, 

ભીતરે કંઇક ભીનું સંકેલાય, તોય ભડભડ બળતું બાહેર, 

જોઈ કહે કવિ 'કાગ', આ તો શૂન્ય તણો સરવાળો.

દર્દને છુપાવતો, અધરો વચાળે, પહોંચી ગયો છે ક્ષિતિજે,

ભૂલી ગયો તૂટેલા હૃદયનો, એ પ્રેમ પ્રકરણીઓ ખૂણો,  

જોઈ કહે કવિ 'કાગ', આ તો શૂન્ય તણો સરવાળો.

Rate this content
Log in

Similar gujarati poem from Classics