દેશ પ્રત્યેનો પ્રેમ છે
દેશ પ્રત્યેનો પ્રેમ છે
આઝાદીના લડવૈયાનો દેશ પ્રત્યેનો પ્રેમ છે,
લોક કહે એ ક્રાંતિકારી,એ દેશ પ્રત્યેનો પ્રેમ છે,
નામ ભગતસિંહ,સુખદેવ, રાજગુરુ નામ છે,
દેશ માટે બલિદાન દેનાર એ વીરોનો પ્રેમ છે.
છો કોઈ કહે કે યુવાન જોશ ક્રાંતિકારી છે,
પણ સાચા અર્થમાં સ્વાતંત્ર્ય માટેનો પ્રેમ છે,
શીખવા માટે ઘણું આપ્યું છે એ વીરોએ,
અન્યાય સામે ઝૂકવું નહીં,દેશ પ્રત્યેનો પ્રેમ છે.
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,
હસતા મોઢે ફાંસી પર જનારા શહીદોનો પ્રેમ છે,
નતમસ્તકે શીશ ઝુકાવી આપીએ આપણે શ્રદ્ધાંજલિ,
બલિદાન આપનારા દેશપ્રેમી શહીદોનો ,દેશ પ્રત્યેનો પ્રેમ છે.
