STORYMIRROR

Bijal Jagad

Classics Others

4  

Bijal Jagad

Classics Others

પ્રણય

પ્રણય

1 min
221

સાવ નાનો એમ તો સવાલ હોય છે,

પ્રણય શબ્દ સાચે કમાલ હોય છે.


દીવો ઉઠાવી અંધકાર શોધવા નીકળ્યો,

ભારેલા અગ્નિ સમુ મન બબાલ હોય છે.


સ્મરણોની બંધ શીશીને આંટા હતા અનેક,

ગુલાબી શીશીની અસર બેમિસાલ હોય છે.


શોધો જગતના બાગમાં કૈક એવી વસંત,

વસંતની માદક હવામાં ફૂલોનો ભાર હોય છે.


દાવો,દીવાનગી પ્રણયની રીત પણ અલગ,

એ મિલનની ઘડી ક્ષિતિજે યાદગાર હોય છે.


પ્રણયની કથા એવી પણ વાંચી આંખોમાં,

શબ્દનાં છળકપટ વાત અણીદાર હોય છે.


મનનાં આંગણે પંખી ટહુકી ટહુકી ઊડી ગયું,

જીવન કિતાબ ગુલાબનો આકાર હોય છે.


આ પ્રેમની ધજા ફરકે એ ક્ષણ પ્રકાશની,

પ્રેમની જ્યોત ઝળહળે જ્યાં અંધકાર હોય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Classics