સમય થી સારવાર
સમય થી સારવાર
ઝંખું છું સમયથી સમયની સારવાર,
લોહીલુહાણ હાલત થયું મન તારતાર,
રહેવાદે તું અહિંસાની વાત ન કર,
શકના ઘેરામાં છે ગાંધીના વિચાર,
હાંસિયામાં મૂક્યા છે ઘાવ હવે તો,
એકાદ વિચાર નીકળ્યો ટોળાની આરપાર,
તૂટી રહ્યા છે શ્વાસ કોઈ તો સાંધવા આવે,
છોડી દે તું ચિંતા સાગર ઈશ્વરને દરબાર,
ઓઢી પાલવ સાગરજલનો છલછલ નીરનીતાર,
દશે દિશામાં મુખરિત કવિની વાણીનો ધબકાર,
જોઉં જોઉં આ મીઠું જળ ખારે દરિયે ભાગે,
કેવી સરળ અભિવ્યક્ત થાય ગઝલમાં વાત હજાર,
સમયનાં વર્તુળમાં રહી થાય કદી ના બેર,
થોડી હૂંફ આપી ખુદને કાયમ કરવી નવી સવાર,
