STORYMIRROR

Bijal Jagad

Inspirational

3  

Bijal Jagad

Inspirational

સ્પંદનનાં ટેરવે શ્વાસ છે

સ્પંદનનાં ટેરવે શ્વાસ છે

1 min
177


ખાલી ક્ષણોમાં તમને સથવારો મારો ગમે છે ?

બહાર બધું પડી ભાંગે સ્પંદન ના ટેરવે શ્વાસ છે !


ટૂંકાણમાં મારા અંત - કરણની વાત એક કહું ?

દરઅસલ ગઝલોમાં એક ગઝલ મારી તું ખાસ છે !


એવું મિલન ન ભાગ્યમાં, તું મળે ને ગળે લાગી શકાય ?

તું ના મળે તો આ જીવન વર્ષોનાં વર્ષો વનવાસ છે !


છોડવું ગમતું નથી કોઈ ને આ આખા જગતમાં 

હું સનાતન સદંતર છું, પીપળામાં પ્રભનો વાસ છે !


પ્રભુ તું છે ગેબનો સંદેશ, પત્રનો કયાં વહેવાર છે ?

દત્ત તું, અવધૂત તું દશે દિશાનો તું ઉલ્લાસ છે !


શ્વાસના સામીપ્યમાં તો કૈંક તો છે અકબંધ !

કોઈ પણ પ્રશ્નનો હું બનું ઉત્તર ,એવું પ્રભુનું મૌન ખાસ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational