STORYMIRROR

Bijal Jagad

Others

4  

Bijal Jagad

Others

દરિયાની બારી

દરિયાની બારી

1 min
165

ઉઘાડી આંખોમાં બાજી છે છાની છારી 

કોણે ઉઘાડી મારી આંખોમાં દરિયાની બારી,


ઘુઘવતા સપના ને આયખુમાં જીવન નિતારી

કોણે ઉઘાડી મારી આંખોમાં દરિયાની બારી,


મારા સપના સૂકાઈ કહે હવે માછલિયું મારી

કોણે ઉઘાડી મારી આંખોમાં દરિયાની બારી,


ઊભી હું કાંઠે મન મારું મધદરિયે ભારી ભારી

કોણે ઉઘાડી મારી આંખોમાં દરિયાની બારી,


આંખોમાં દરિયો થઈ છલકાવું કંઈ રીત છે તમારી

કોણે ઉઘાડી મારી આંખોમાં દરિયાની બારી,


મનગમતા મોતી માંગે છે ખારવણ ખારી ખારી

કોણે ઉઘાડી મારી આંખોમાં દરિયાની બારી,


અમે ચાતક ને ચોમાસું ને ભીંત ને થઈ છે બારી

કોણે ઉઘાડી મારી આંખોમાં દરિયાની બારી,


ધોળે દિવસે આંખોનાં ફૂલોએ આંખોને તારી તારી

કોણે ઉઘાડી મારી આંખોમાં દરિયાની બારી.


Rate this content
Log in