તે ગઝલ
તે ગઝલ
આંખોમાં તરે ઝાકળ, રાત રડે,
શબ્દો વિના ગુંજાઈ તે ગઝલ,
દિલની દીવાલો ગુંજતી થઈ જાય.
ને યાદો અથડાય તે ગઝલ,
રેશમી લટ વિશે વાત જો થાય,
આંખ ચાર થાય તે ગઝલ,
આંખનાં પલકારની વાત થાય,
વીજનાં ચમકાર થાય તે ગઝલ,
આંખમાં ગંગા અને જમુના,
હસતી આંખે રડનાર તે ગઝલ,
પાછો ડૂબી રહ્યો છું હું લાગણીમાં,
કાયમ મને ઉગારનાર તે ગઝલ,
હું વનફૂલ છું જ્યાંત્યાં ફોરી લઉં,
બગિયામાં ફોરમ બંધાય તે ગઝલ,
જો મુરજાઈ મરી જો જાઉં,
મંજરીઓમાં મહોરી લઉં તે ગઝલ,
આંસુ રૂપે અરમાન દિલનાં વહેતાં થયાં,
સુરાલયમાં સુરા ઢોળાય તે ગઝલ,
જો કાફલાની ધૂળ બની જાઉં,
સામે મળે મંઝિલ તે ગઝલ,
આ નશ્વર સફર પણ કોઈ ચીજ છે,
દિવી ડોલે ગઝલની અસર તે ગઝલ,
આમ આવ્યા ને ફકત ચાલ્યા જવું,
સ્વર્ગમાં પછી સ્થાન મળે ના મળે તે ગઝલ,
સામેથી કદાપિ જાઉં ન દરબારમાં,
તડપી રહ્યા સભામાં સાહિત્યકાર તે ગઝલ.

