STORYMIRROR

Bijal Jagad

Romance

4  

Bijal Jagad

Romance

હસતો ચહેરો

હસતો ચહેરો

1 min
235

તમારી યાદમાં ફૂલોએ અદકું હાસ્ય વેર્યું છે,

નથી આંખમાં અશ્રુ પરંતુ દિલની મૈયત છે !


પાપણ ભીંજાઈ યાદ આવી શી એવી વાત ?

વાતાવરણ થંભી ગયું દિલ દ્વિધાની બાબત છે.


પવન ફોરમ બને પુષ્પની નજદીક આવીને,

ગુલોથી પણ વધુ રંગીન બુલબુલની તબિયત છે.


રંગ હવે કયાં, રાગ હવે ક્યાં મહેફિલ કેવી વાત,

હસી લઉં છું ધીમું ધીમું અને તે પણ ઈબાદત છે.


મનમાં રહે છે કિંતુ બઉ દુર્લભ સેહવી વાત,

મને તુજથી મોહોબ્બત તેથી જ શિકાયત છે.


મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું

મારી નિર્દોષતાના શપથ દિલ કોઈની અમાનત છે.


ખોવાઈ જશે જો દિલ તો ભવો ભવ નહિ મળે,

હસતાં ચહેરે અશ્રુ શૂન્ય ખંડેરોની ઈમારત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance