Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bijal Jagad

Romance

3  

Bijal Jagad

Romance

આંખોમાં કેસર ઘૂંટે છે !

આંખોમાં કેસર ઘૂંટે છે !

1 min
206


પ્રતીક્ષા ખરી પાંપણથી, મારી આંખોમાં કોઈ કેસર ઘૂંટે છે ?

એકાદ પળો જીવવાની, મારી આંખોમાં કોઈ કેસર ઘૂંટે છે ?


ઈચ્છાઓનું રૂંધી ગળું, મારી આંખોમાં કોઈ કેસર ઘૂંટે છે ?

સપનાં નિહાળવાની પ્રથા આથમી, મારી આંખોમાં કોઈ કેસર ઘૂંટે છે ?


કોઈ કંઠથી પડાઈ જઈશ, મારી આંખોમાં કોઈ કેસર ઘૂંટે છે ?

મારા ડૂસ્કામાં ડૂમો ભરાઈ, મારી આંખોમાં કોઈ કેસર ઘૂંટે છે ?


કસુંબાઓ ઘટઘટાવી લ્યો, મારી આંખોમાં કોઈ કેસર ઘૂંટે છે ?

ગઝલ ઘોળી પી ગયો, મારી આંખોમાં કોઈ કેસર ઘૂંટે છે ?


મારું હૃદય મંજીરા રસબસ રણકે, મારી આંખોમાં કોઈ કેસર ઘૂંટે છે ?

મેવાડની મીરાનાં પડે પરમ પડછંદા, મારી આંખોમાં કોઈ કેસર ઘૂંટે છે ?


દૂધે ધોઈ ચાંદની ચાંદનીએ ધોઈ રાત, મારી આંખોમાં કોઈ કેસર ઘૂંટે છે ?

આંખ્યુંના આંજણમાં ફાગણીયો કેફ, મારી આંખોમાં કોઈ કેસર ઘૂંટે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance