હું ભારત છું
હું ભારત છું
ઉત્તરમાં સ્વર્ણ મંદિર, પૂર્વમાં કાળી માતા,
દક્ષિણ દિશામાં રક્ષા કરંતા કુંતેશ્વર મહાદેવ;
હું ભારત છું, હું ભારતનો વાસી છું.
દિલ દિલ્લીનાં તખ્તા પર શાહજહાંનો મહેલ
ને સોમનાથ ને દ્વારકામાં પશ્વિમ કેરા દેવ,
હું ભારત છું, હું ભારતનો વાસી છું.
વેદોચ્ચારિણી યશસ્વિની દેવી અંબા માતા,
અમે પ્રેમનો નંદ્દી અને પ્રેમ અમારો મહાદેવ,
હું ભારત છું, હું ભારતનો વાસી છું.
તું જળમાં ગંગાજળ છે જલ વાહિની માતા,
જટામાં ધરી બૈઠો છે ત્રિનેત્ર નીલકંઠ મહાદેવ,
હું ભારત છું, હું ભારતનો વાસી છું.
આ મંદિર ને મસ્જિદ, ગુરુદ્વારા
, દેવળ બધા,
સ્વર સાત લયલીન પૂજું ઓમકારેશ્વર મહાદેવ,
હું ભારત છું, હું ભારતનો વાસી છું.
પંચભૂતોમાં, ત્રિગુણી તત્વમાં ઈશ્વરનું અસ્તિત્વ,
સત્યમ શિવમ સુંદરમ સ્વરૂપે બિલેશ્વર મહાદેવ,
હું ભારત છું, હું ભારતનો વાસી છું.
ભગવી ધજા ફેરવી જાણે પવને લીધો સન્યાસ,
અલૌકિક પ્રકાશે ઓગળે અહમ શિવશિવ મહાદેવ
હું ભારત છું, હું ભારતનો વાસી છું.
કલમથી શબ્દ ટપક્યો નથી,ના પીંછીમાંથી ચિત્ર
વેદ વ્યાસ રચિત બ્રહ્મ સૂત્રો ગાઉં વેદની ગાથા
ધર્મોદ્ધારકોના ના છે શ્રી કૃષ્ણ, વિષ્ણુ, મહાદેવ.
હું ભારત છું, હું ભારતનો વાસી છું.