STORYMIRROR

Bijal Jagad

Others

3  

Bijal Jagad

Others

સર્વત્ર જીવનનો વરસાદ કરી જોઉં

સર્વત્ર જીવનનો વરસાદ કરી જોઉં

1 min
195

સર્વત્ર જીવનનો વરસાદ કરી જોઉં,

આંખોની જેલ તોડી આંસુ ફરાર કરી જોઉં.


અહી દિવસે પણ અંધાર પટ છવાયું ,

આંખ મીંચી કિરણથી સવાર કરી જોઉં.


વહેતાં પડછાયામાં નાહી લો ધરાઈને. 

સૂરજને ટોપી માફક જો માથે લઈ જોઉં.


હૂંફમાં પણ મળશે મેળવણ જેવી અસર ?

પ્રેમમાં આકાશ હૃદયનું લાલ કરી જોઉં.


નકામાં ઘાસ જેમ તરસ અમારી વધી,

વાદળ ને ખેડી વરસાદ ઊગાડી જોઉં.


બદલતી રહી દશા તબક્કા વટાવી લઉં,

સ્વયમનું સપનું મૃગજળમાં તરાવી જોઉં.


ફૂલ ડાળી પર્ણો રોજ સવારે કોયલ ટહુકે,

ફૂલો વચ્ચો વચ્ચ ઝાકળ સજાવી જોઉં.


ફૂલોની મહેક હવા આખા જગતને દેવા ચાલી,

હથેળીમાં સુવાસ પારિજાત ને લઈ જાઉ.


મારા હોવાનું નામ છે હવે સૂરજ મુખી,

ઊગતા સૂરજનો સમય બળવાન થઈ જાઉં,

 

તું ઊગે ઉજાસ ને જો આથમે તો અમાસ,

વૈશાખી વાદળ ભરબપોરે તડકા ભરી જોઉં.


શ્વાસ લઈ ભીતર શબ્દોને અડી લઉં,

શબ્દે શબ્દે કાવ્યમાં મૌન વણી જોઉં.


Rate this content
Log in