STORYMIRROR

Bijal Jagad

Romance

4  

Bijal Jagad

Romance

વેદના

વેદના

1 min
232

આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને

તું સિતમ ના કર ગઝલમાં દીપ જલાવી દે હવે,


વેદનામાં થીજી ગયો, લાગણીમાં પીગળાવી દે મને

અગન પંપાળી એવો પ્રસન્ન કોઈ કારાગ્રહ દે હવે,


આ કલમ, કાગળ અને એકાંત જેવી કોઈ જગા દે મને, 

શાયરી નામે કોડિયાં ધરી બત્રીસ કોઠે અજવાળાં દે હવે !


મારી અંદર કોઈ અબૂઝ વેદના વર્ષોથી કોરતી મને,

તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, મૈં રણમાં ગુલાબ દીઠ્યું હવે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance