ઝરૂખો
ઝરૂખો
અલગ અલગ હોય છે ઝરુખા, દરેક ઝરુખો ખાસ હોય છે
દરેક ઝરુખાનો પોતાનો એક જીવંત ઈતિહાસ હોય છે
ક્યારેક ઝરુખે માણી હોય છે ચાર નજરોનો નાજુક નઝારો
એ ભલે થઈ ગયા હોય નજરો થી દુર, એમનો એહસાસ આસપાસ હોય છે
ભલે ને ઝરુખાને ચારે બાજુ લાગી ગયા હોય પડદા
એને કેમ કોઈ રોકી શકે, આરપાર એમની સુવાસ હોય છે
ઝરૂખામાંથી એ જ્યારે નિરખતા હોય છે પુનમના ચાંદને
જાણે ચાંદ નીરખી રહ્યો હોય બીજા ચાંદને, એવો ભાસ હોય છે
‘ઝરૂખા’ અને આપણો તો અનાદિ કાળથી રહ્યો છે અલૌકિક સંબંધ
‘રામ ઝરુખે બેઠ, સબકા મુજરા લેત’, કર્મોનો હિસાબ ચોપાસ હોય છે
