STORYMIRROR

Nirali Shah

Classics

4  

Nirali Shah

Classics

હાં રે વ્હાલા

હાં રે વ્હાલા

1 min
615

હાં રે વ્હાલા, વાંસળીના સૂરે અમે મોહ્યા,

હાં રે અમે કાનજીના સ્મિતે થયાં ઘેલા,

એના નટખટ તોફાનોથી ત્રાસી,

હાં રે અમે માતા જશોદાને જઈ બોલ્યાં.

     

હાં રે એ તો કૂવાને કાંઠે જઈને બેઠો

હાં રે અમારી મટુકીને કાંકરીઓ મારતો,

પાણી ભરેલી મટુકી એણે ફોડી,

હાં રે અમે માતા જશોદા ને જઈ બોલ્યાં.

     

હાં રે એ તો યમુનાને કાંઠે બેઠો ડાળે,

હાં રે એ તો ન્હાતી ગોપીઓને વતાવે,

વસ્ત્રો ગોપીઓના ગયો એ તાણી,

હાં રે અમે માતા જશોદાને જઈ બોલ્યાં.

    

હાં રે અમે માખણ બનાવીને મૂક્યું શિકે,

હાં રે માખણચોર તો આવ્યો ધીરે ધીરે,

આવી શિકેથી માખણ એણે ખાધું,

હાં રે અમે માતા જશોદાને જઈ બોલ્યાં.

   

હાં રે ગોપીઓ કેશવ પ્રત્યેના દિવ્યભાવથી,

હાં રે બધીઓ "કાન્હા" "કાન્હા" પોકારતી,

રાધા રાધા કરતો એ આખા વ્રજમાં,

હાં રે અમે માતા જશોદાને જઈ બોલ્યાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics