STORYMIRROR

Tejal Parekh

Classics

4  

Tejal Parekh

Classics

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
232

મને ગમતી એ પ્રકૃતિની કળા, 

ડૂબી જાવ એના સૌંદર્યમાં,


મને ગમતી એ ઘનઘોર વનરાજી,

મગ્ન થઈ જાઉં એની મુગ્ધતામાં,

 

મને ગમતી સમી સાંજની એ ઝરમર,

ડૂબી જાઉં તેના સૂર્યાસ્તમાં,


 મને ગમતી ભીની માટીની સુગંધ, 

 પુષ્પ બની મહેંકી જાઉં,


 મને ગમતી ઘનઘોર અષાઢી સાંજ,

કાળા ડિબાંગ અંબર સાથે વરસી જાઉં,  


મને ગમતી એ યાદો ભરી સાંજ, 

વરસી જાઉં ભૂતકાળના સ્મરણમાં, 


મને ગમતી લખાણની લહેર, 

વાચક બની ઊછાળું મોજ.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Classics