STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

એજ નથી સમજાતું

એજ નથી સમજાતું

1 min
389

આ જિંદગી છે અટપટો ખેલ,

કેવી રીતે રમવો એ જ સમજાતું નથી.


નચાવે રોજ જિંદગી આમ,

કોને જઇને કરવી ફરિયાદ એ જ સમજાતું નથી.


શું જોડવું અને શું તોડવું,

આ તોડજોડની બાબત માં અડગ રહેવું, કેમ ?

એજ સમજાતું નથી.


આ કાણું પડ્યું આ ભાગ્યની નાવમાં,

આ તૂટેલી નૈયા વડે ભવસાગર પાર કરવો કેમ,

એજ સમજાતું નથી.


એક દુઃખનાં ઊંટ ને બેસાડું,

ત્યાં બીજું ઉભુ થાય,

આ દુઃખનાં ડુંગરને પાર કરવો કેમ ?

એજ નથી સમજાતું.


પારકાને પોતાના બનાવું ત્યાં તો,

પોતાના રિસાઈ જાય,

સુખ સંતાકૂકડી રમે મારી સાથે,

એને શોધવું કેમ ? એજ નથી સમજાતું.


ક્યારેક જોકર બનાવી દેય, ક્યારેક હીરો,

ક્યારેક વિલન બનાવી દેય તો ક્યારેક ઝીરો,

આ સમયનો અસલી ચહેરો જોવા કરવું શુ ?

એજ નથી સમજાતું.



Rate this content
Log in

Similar gujarati poem from Classics