STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Classics

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Classics

તારા વિના અધૂરી

તારા વિના અધૂરી

1 min
402

મારો વાલમ તું ગિરિધારી,

ક્યાં શોધુ તને વૃજમાં રે. 

તડપ લાગી તારા દર્શનની,

ન તડપાવ વનમાળી રે.


બરસાનાથી જ્યારે હું આવું,

રાહ કાટાંળો મને લાગે રે.

લતા-પતા લાગે તીર જેવી,

કુંજ નિકુંજ લાગે ખાલી રે.


પિયુ પિયું પોકાર કરે પપીહાં,

કોયલ મધુર મીઠી ટહુંકે રે.

યાદ સતાવે જ્યારે મુજને તારી,

મનનો મોર નાચે ત્ ત્ થૈ રે.


હું છું તારી પ્રેમ દિવાની,

પ્રેમ કટારી મુજને લાગી રે.

આવી છે શરદ પૂનમની રાતલડી,

રાસ રમાડ રાસ વિહારી રે.


મધુરી મધુરી વગાડ" મુરલી"

તારા વિના હું અધૂરી રે.

દર્શન દઈ દે ઓ અવિનાશી,

પરમ આનંદના દાની રે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance