STORYMIRROR

Neha Desai

Classics Others

4  

Neha Desai

Classics Others

જોને

જોને

1 min
2.1K

હૃદય જો ને, ક્યારેક, લાગણીથી ડરે છે,

આંખોમાં જો ને, વ્યથા છુપાવીને રડે છે !


નભ અને ધરાનો, સંબંધ છે અનોખો,

ક્ષિતિજે જો ને, કેવાં પ્રેમથી મળે છે !


સફળતાનાં, શિખર સર કરવામાં, 

પ્રયત્નો પણ જો ને, લાંબી સીડી ચડે છે !


જીવવાને આખું, આયખું છે પડ્યું,

માનીને રોજ જો ને, જવાબદારી દોડે છે!


બહુમાળી ‘ને, આલિશાન મકાનોમાં, 

સુખની શોધમાં જો ને, દિવાલો ઝુરે છે!


“ચાહત” કોઈ, દિલની પુરી કરવામાં,

જિંદગી આખી જો ને, હૃદય રડે છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics