STORYMIRROR

Pravina Avinash

Inspirational Romance Classics

3  

Pravina Avinash

Inspirational Romance Classics

સંગી – સાથી

સંગી – સાથી

1 min
25.6K


ચલ તૈયારી કર મનવા હવે મુસાફરી કરવાની,

મુસાફરી સાથી વિનાની હિમત ઉરે ધરવાની.

કોયલની કુહુ કુહુને મોરની વાણી સુણવાની,

કુદરત સંગે હાથ મિલાવી મંઝિલ શોધવાની.

વન વગડો કે આંધીની ભીતી નહી જાણવાની,

સાત સમંદર પાર કરવા નૈયા ઝુકાવવાની.

સમાજ કે લોકોની કુથલી કદી નહીં સુણવાની,

દિલડાના તાર મિલાવી કૂચ જારી રાખવાની.

અભય બનીને હિંમતપૂર્વક મંઝિલ પામવાની,

તું છે તારો સંગી સાથી વાત ઉરે કોતરવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational