STORYMIRROR

Pushpa Maheta

Inspirational Romance Classics

3  

Pushpa Maheta

Inspirational Romance Classics

આપણે મળ્યા!

આપણે મળ્યા!

1 min
27.8K


કેવા ઋણાનુબંધથી લે આપણે મળ્યા!

પરભવતણાં અનુબંધથી લે આપણે મળ્યા!

બ્રમાડમાં બે તૃણલા અમથા જ નાં મળે,

ભીની પ્રણય સુગંધથી લે આપણે મળ્યા!

બળવાન રેખા ભાગ્યની કોઈ ખીલી હશે,

સતકર્મના અનુબંધથી લે આપણે મળ્યા!

સળીયો અહીં તરુવર ઊભા છે સ્થિરતા ગ્રહી

માટી ને બીજ સંબંધી લે આપણે મળ્યા!

કોને ખબર છે જન્મની અને મોતની ઘડી,

નિયતિ રચ્યા પ્રબંધથી લે આપણે મળ્યા!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational