STORYMIRROR

Shailesh Joshi

Inspirational Tragedy Classics

3  

Shailesh Joshi

Inspirational Tragedy Classics

એકલવાયો પ્રવાસ

એકલવાયો પ્રવાસ

1 min
27K


જ્યારે જ્યારે એકલા બહાર જવાનું થાય ત્યારે, 

ટૂથપેસ્ટથી લઈને ટોનિક સુધીની મારી બધી,

વસ્તુઓને બેગમાં ક્રમબદ્ધ ગોઠવીને,

એનું લિસ્ટ મારા ખિસ્સામાં મુકાવે...

એટલામાં તો એ થાકીને લોથપોથ થઇ જાય!

હું આ જોઈને ઘણીવાર સમજવા મથું કે 

“આ થાક મારી વસ્તુઓ ભેગી કરવાનો છે કે

પોતાની એક વ્યક્તિને પોતાનાથી અલગ કરવાનો?” 

હું ઉતાવળે બેગ લઈને નીકળી જાઉં...

એનાથી દૂર ગયાં પછી પેલા ખિસ્સામાંનું લિસ્ટ

એની જેમ જ મારી કેર લેવા માંડે...

ને બેગ પણ મારી જરૂર મુજબની,

વસ્તુઓ મને સમયસર આપ્યા કરે...

છેવટે આખુંય બેગ ખાલી થાય ત્યારે એહસાસ થાય કે,

આ બધી ભાગદોડમાં હું મારી એક

મૂલ્યવાન વસ્તુ તો ઘરે ભૂલીને આવ્યો...

ના એ મને લીસ્ટમાં વાંચવા મળી કે ના બેગમાં જોવા મળી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational