Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

V.m. Parmar

Classics Inspirational

4  

V.m. Parmar

Classics Inspirational

પૂછે

પૂછે

1 min
299

સ્વાર્થ પૂછે પરમાર્થ ને કેથી કરીએ નેહ ? 

મન હોય ધોળાં દુધડાં, ભલે કલા ભ્મમર દેહ.

સ્વાર્થ પૂછે પરમાર્થ ને કેના કરીએ સંગ ?

પંડ પડે પણ પડવા ન દે, સાથ દિયે જગજંગ.

સ્વાર્થ પૂછે પરમાર્થ ને કેવા ધરીએ રંગ ?

ચડે ચડે ને ઉતરે એને અડવા ન દીએ અંગ.

સ્વાર્થ પૂછે પરમાર્થને કોણ સબંધનું સેણ ?

પરમાર્થને પંડનો જાણે ભલે દિ હોય કે રેણ.

સ્વાર્થ પૂછે પરમાર્થ ને કે કોના કરીએ વિશ્વાસ ?

રાખે સખાવત સખી સમી છેલ્લો લેતાં શ્વાસ.

સ્વાર્થ પૂછે પરમાર્થ ને કે કોણ દીએ દુઃખ ?

આશા, તૃષ્ણા, અભરખા ને અંત ઘણેરી ભૂખ.

સ્વાર્થ પૂછે પરમાર્થ ને શું શું વદીએ મુખ ?

સાચું કહેવું સાચવી ને જૂઠમાં રહીએ ચૂપ.

Rate this content
Log in

Similar gujarati poem from Classics