હું ચારણ
હું ચારણ
આઇ ચરણ રજ, હું ચારણ.
શિખર ધર્મ ધ્વજ, હું ચારણ.
દિશા સ્તંભ આઢારે આલમનો,
છું સત્ય સૂરમો ખલક, હું ચારણ.
ના ઝૂકતો, આંધી તુફાનોથી કદી,
ધર ફરી ખુંદતો મલક, હું ચારણ.
ના શાંતિ ડહોળું, મન પવિત્રતા વોરું,
"દશુ" નિત હસ્તો મરક, હું ચારણ.
