STORYMIRROR

V.m. Parmar

Classics Inspirational

4  

V.m. Parmar

Classics Inspirational

શું કરે શ્યામ હવે

શું કરે શ્યામ હવે

1 min
371

કાનુડાનું ગીત છે ને રાજાની રીત છે,

જોઈ જગની રીત ને ખોવાય સંગીત છે,

શું કરે શ્યામ હવે બેઉં હારે પ્રીત છે.


જમુનાનાં તીર છે ને સાગરના નીર છે,

જોઈ જગની રીત ને ખોવાય સંગીત છે,

શું કરે શ્યામ હવે બેઉં હારે પ્રીત છે.


જસોદાનું કરજ છે ને દેવકીનું દરદ છે,

જોઈ જગની રીત ને ખોવાય સંગીત છે,

શું કરે શ્યામ હવે બેઉં હારે પ્રીત છે.


મોરલીમાં મીત છે ને સુદર્શનમાં હીત છે,

જોઈ જગની રીત ને ખોવાય સંગીત છે,

શું કરે શ્યામ હવે બેઉં હારે પ્રીત છે.


ગોપાલ શુદ્ધ છે ને કુરુક્ષેત્ર યુદ્ધ છે,

જોઈ જગની રીત ને ખોવાય સંગીત છે,

શું કરે શ્યામ હવે બેઉં હારે પ્રીત છે.


ગોપીઓના ગીત છે ને રૈયતની રીત છે,

જોઈ જગની રીત ને ખોવાય સંગીત છે,

શું કરે શ્યામ હવે બેઉં હારે પ્રીત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics