STORYMIRROR

V.m. Parmar

Drama

4  

V.m. Parmar

Drama

લમ્પી કેરી લાય

લમ્પી કેરી લાય

1 min
376

હે એવાં લંપી રે કેરાં લાયણાં લાગ્યાં,

એમાં હોમાણી કાંય ગોકુળિયાની ગાય રે....

ગોકુળના કા'ના એકવાર ગાયોની વારે આવજે...


હે એવા ગોંદરે રે ગાવડિયું આજે ઝૂરતી,

મરે છે ઓલ્યા માધવ કેરી માય રે...

ગોકુળના કા'ના એકવાર ગાયોની વારે આવજે...


હે એવાં વાડામાં વધ્યાં નથી હવે વાછરું,

જાય છે તારા ગોપાલ નામની લાજ રે....

ગોકુળના કા'ના એકવાર ગાયોની વારે આવજે...


હે એવાં ગામે ને સીમે સબ સડ-બડતાં,

એની ગંધ પહોંચી છે ગગનના કેરા ગોખ રે...

ગોકુળના કા'ના એકવાર ગાયોની વારે આવજે....


હે એવા ગોકળ આઠમના દા 'ડા આવ્યા,

તોય ન આયો નંદકુંવર નાથ રે...

ગોકુળના કા'ના એકવાર ગાયોની વારે આવજે...


હે હવે ખૂટી રે ધીરજ ને મારી ધારણા,

નક્કી રૂઠ્યો રંક જનોનો રાય રે...

ગોકુળના કા'ના એકવાર ગાયોની વારે આવજે...


હે એવા લંપી કેરી લાય ઠારવા આવજો,

પરમાર્થ કાજે કરું છું પોકાર રે...

 ગોકુળના કા'ના એકવાર ગાયોની વારે આવજે...


Rate this content
Log in

Similar gujarati poem from Drama