STORYMIRROR

Meena Mangarolia

Drama Romance Tragedy

3  

Meena Mangarolia

Drama Romance Tragedy

સુવાસ

સુવાસ

1 min
14.4K


તારા આવવાની રાહમાં,

દિવસ રાત એક કર્યાં...

હાથમાંથી સરી ગયેલી પળોની,

ઢગલાબંધ સુવાસ સાચવી રાખી,


આંખોનાં ખૂણે ખૂણે બેઠું છે,

રાહ જોઈ તારું સ્મરણ...

કંઈક કેટલાય સમયથી,

ઘૂંટાય છે એક સ્વર મારી ભીતર,

અને મારો ખાલીપો,

તારાં સમરણથી,

અવિરત ખખડે છે,

ત્યારે તારી સુંવાળી યાદોની,

સરવાણી સતત થયાં કરે છે...


જાણે વરસો વિત્યાં,

ના સાંભળ્યું મારું નામ તારાં

હોઠો પર, કે ના સાંભળ્યો

તારો મીઠો મધુર સાદ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama