ગઝલ- પ્રભુ ને ફરિયાદ
ગઝલ- પ્રભુ ને ફરિયાદ
આટલો ના સખ્ત થા તું હદ વગર,
તું બધા જોડે પ્રભુ થા માપસર,
ભોગ છપ્પનિયા ચઢે તુજને સદા,
બાળકોનાં પેટ વેઠે પાનખર,
સૌ કહે છે બાળરૂપે તું જ છો,
કેમ માનું? દે પુરાવો ઉચ્ચતર,
થાય પ્રશ્નો, હું તો પામર જીવડો,
કેમ થ્યો તું પક્ષપાતી? કર મહર,
દે મને દ્રષ્ટિ હરિ સંજય સમી,
જે સમજ આપે મને ક્યાં છે કસર,
કાં બધી ઈચ્છાઓને તું લે હરી,
કાં બધી મનસાઓને ભરપૂર કર,
ધીરતા ને સ્થિરતા દેજે હરિ,
શાંત મનના થાય તાપો છે પ્રખર.