STORYMIRROR

Hema Thacker

Others

3  

Hema Thacker

Others

પ્હોંચવું મારે હરિ તારે નગર

પ્હોંચવું મારે હરિ તારે નગર

1 min
13.4K


પ્હોંચવું મારે હરિ તારે નગર,

ઊતરી છે આ ગઝલ થઇને ડગર.


કલ્પનોનું હોય કાયમ એક ઘર,

થાય મંગલમય સખા જીવનસફર.


હો ઉઘડતો પ્હોર પંખી કલરવે,

લાગતું આવી અનેરી ખુશખબર.


છેક ઢળતી સાંજના ઓઝલ થઈ,

થાઉં ખીલતા ચંદ્રનો હું ગુપ્તચર.


મ્હાલવાનું આભલે, માણી લઉં,

આ રમે જો તારલાઓ રાતભર.


હોય તું સન્મુખ પ્રભુ એવે સ'મે,

ઊજડો આ જીવ થાએ તરબતર.


તીવ્ર આભા ઝળહળે તેજોમયી,

'મસ્ત' તારા દીદથી થઇ માતબર.


Rate this content
Log in