હાલુરિયા
હાલુરિયા
1 min
13.7K
હાં... હાલા, હાં. . હાલાં, હાલા હાલુરિયા... (2)
વહાલી બેના, મીઠડી બેના,
ભઈલા જોડે રમશે બેના,
આવું હમણા, ખમજે બેના,
ભઈલા હારે જમશે બેના... (2)
હાં. ..હાલાં...
છે પપ્પાની લાડલી તું,
ને મમ્મીની વ્હાલુડી તું,
આંખે ભરું બેના તને,
ભઈલાની છે સોનલી તું... (2)
હાં. ...હાલાં....
મોરલા શી થનગનશે બેના,
હરણી જેવું કૂદશે બેના,
પતંગિયા શી ઉડશે બેના,
ફૂલ હીંડોળે ઝૂલશે બેના... (2)
હાં...હાલાં...
