STORYMIRROR

Hema Thacker

Drama Fantasy Inspirational

3  

Hema Thacker

Drama Fantasy Inspirational

રાહ જોઉં છું

રાહ જોઉં છું

1 min
13.9K


ગઝલ / લગાગાગા * 4 / 12 - 8 - 18 /

---

પ્રભુ સાંધ્યા છે શબ્દો પૂજવાની રાહ જોઉં છું,

રચી રચના સુમન શી મ્હેકવાની રાહ જોઉં છું,


હરિવર શબ્દ કંડાર્યા, ભરીને ભાવ અંતરનાં,

તમે ઝાલો જો કર ગઝલો થવાની રાહ જોઉં છું,


કલમ છે આપની આવો, બિરાજો ટેરવે ઈશ્વર,

રૂંડા અવસર બનીને નાચવાની રાહ જોઉં છું,


ભવોભવની છે ઉપવાસી સતત આ આંખડી પરભુ,

જરી દેખી ઝલકને મીંચવાની રાહ જોઉં છું.


કલમ, કાગળમાં કંડારું છબિ, રટણા તમારી બસ,

હરિ આસન લગાવી બેસવાની રાહ જોઉં છું,


અને પુરુષાર્થ પણ એવો કરું કિસ્મત ઝૂકી જાએ,

વિધાતા ના કશું હું ભાખવાની રાહ જોઉં છું,


છે સંસારી ઘણી ફરજોને ભગવો સાદ પણ કરતો,

બનીને 'મસ્ત' ભગવાન આવવાની રાહ જોઉં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama