ગહેરી યાદ
ગહેરી યાદ
સમુદ્રમાં આવેલા તોફાનો
પણ સમય સાથે શમી જાય છે.
પણ ગહેરી યાદો તો સમય
સાથે તાજી થાય છે..
જાણે ભૂત-ભવિષ્યના બધા
દરવાજા આપો આપ ખૂલી જાય છે...
તારી યાદોમાં વીતી મારી રાત..
પણ ખૂબી તો એ છે કે મારા મન ની
વાત તું કેવી રીતે ...... જાણે??
તારા પરનો ગુસ્સો પણ ઓગળી ને
સ્નેહમાં બદલાઈ જાય છે..
બારીની બહાર જોયું તો સૂરજ
નવી સવાર લઈ ને ક્ષિતિજે ડોકિયું કર્યુ.
અને હુ સોનેરી પળો માં ખોવાઈ ગઈ,
બે રાત વચ્ચે નો દિવસ મારૂં સ્વપ્ન
બની ને રહી જાય છે...કેમ??

