STORYMIRROR

Chaitanya Joshi

Drama Inspirational

3  

Chaitanya Joshi

Drama Inspirational

ક્ષમા અધિકાર

ક્ષમા અધિકાર

1 min
12.9K


કરીને ક્ષમા અપરાધોનીને માનવ અવતાર આપ્યો,

સુંદર શરીરને કુટુંબ અર્પી કેવો એણે સંસાર આપ્યો,


અહેસાન એનો અદ્ભૂત અબ્ધિવાસી અંતરયામી,

ભૂલી અવગુણો આપણને વિવેક ભારોભાર આપ્યો,


અવની ઉપર કોણ આપણે અવરને સજા કરનારા?

ક્ષમા વીરભૂષણ હથિયાર ધરવા અધિકાર આપ્યો,


પામી દંડને સુધરનારા હશે આ દુનિયામહી કેટલા?

ભૂલીને ભલાઈ કરવાનો ઇશ્વરે એ વ્યવહાર આપ્યો,


ખીલા ધરબીને મોતને ઘાટ ઉતાર્યા જેણે ઇસુને,

પ્રેમપૂર્ણ પ્રત્યુતરે પ્રત્યેકને પરમ સદાચાર આપ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama