મા : શૌર્ય.
મા : શૌર્ય.


પગલા ભરુ ને પકડેલી ઓલી આંગળી યાદ આવે,
હૈયાની મારી કોર, મા..મા.. એવા ઘેરા નાદ આવે,
રહી રહીને કોઈ બોલાવતું હોય એવુ લાગે મને,
ખબર નહી ક્યાંથી? આ કાને એના સાદ આવે,
બારમાસી નદીઓની જેમ થઈ છે આંખો હવે,
ઋતુ હોય ગમે તે, આંખોમાં ફકત શ્રાવણ ભાદ આવે,
કેટલાય સંબંધોનો કરી લ્યો સરવાળો વાહલા,
એક મા ગયા પછી, જીવનમા હમેશા બાદ આવે,
પગલા ભરુ ને પકડેલી ઓલી આંગળી યાદ આવે,
હૈયાની મારી કોર, મા..મા.. એવા ઘેરા નાદ આવે.