કેમ કરી સમજાવુ તને
કેમ કરી સમજાવુ તને
કેમ કરી સમજાવું તને?
તારા હૃદયના સરનામે
હું રહું છું,
છુપાવી રાખ્યો છે મારી
આંખના પલકારા માં
ભીતર ભીંની ભીંની
લાગણીના દરિયા માં..
એક સાથ તારા સ્મરણનો
જો આજે મળે પ્રેમથી આછેરો
તો આંખોથી વહેતા સ્નેહ ને
તારો સાથ મળે..
કેમ કરી સમજાવું તને હું
તારી જીદ સામે હું કેમ
હારી જાઉં,
આજ ના દિવસે એક
રહી છે નાની આશ..
એક વિશ્વાસ જ રહયો..
બસ આજ કરી દે સાકાર તું..
