STORYMIRROR

Bhautik Sorathiya

Drama Inspirational

3  

Bhautik Sorathiya

Drama Inspirational

ચાલતા જ‌ઈએ

ચાલતા જ‌ઈએ

1 min
13.5K


કઠિન માર્ગને સરળ કરતા જ‌ઈએ,

કાંટાને ફુલો ગણતા જ‌ઈએ,

સાંભળ્યું છે કે વનમાં આવી છે વસંત,

જતાં જતાં એને પણ મળતાં જ‌ઈએ,

ઉગ્યું છે કોઈક વૃક્ષ ત્યાં નદીકિનારે,

ભરબપોરે છાયાની ઠંડક માણતા જ‍ઈએ,

સુખની શોધ માં રખડતા રખડતા,

મળેલા દુ:ખો પર હસતા જ‌ઈએ,

ક્યાં જવું છે એની ખબર નથી મને છતાં,

તું સાથે છો ને? તો ચાલ ચાલતા જ‌ઈએ!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama