STORYMIRROR

Bhautik Sorathiya

Drama Fantasy Romance

3  

Bhautik Sorathiya

Drama Fantasy Romance

તમે ક્યારેય પ્રેમ માં પડ્યા?

તમે ક્યારેય પ્રેમ માં પડ્યા?

1 min
14.9K


તમે ક્યારેય બગીચામાં ગમતાં,

ફુલો ને તોડવાને બદલે ચુમ્યાં?

તમે કોઈની યાદમાં સુવાને બદલે,

પથારીમાં પડખાં ઘસ્યાં?


તમે ક્યારેય કોઈની ભૂમિતિ,

જોઈને તમારું ગણિત ભૂલ્યા

તમે ક્યારેય કોઈની યાદમાં,

સમય નું ભાન ભૂલ્યા?


તમે ક્યારેય કોઈ ચાંદની પાછળ,

જમીન પર ચાલ્યા?

તમે કોઈ ને રાતે એના સપનામાં,

મળવા પહોંચ્યાં?


તમે ક્યારેય એને મળીને શું કહેવું,

એ વિચારે ચડ્યાં?

પહેલી મુલાકાત વખતે તમારી,

પાસે કહેવાનાં શબ્દો ખૂટયા?


તમે એને તમારી દુઆમાં ઇશ્વર,

પાસે થી માંગ્યા?

તેની આંખોનાં તીરથી ઘવાઈને,

તમે જીવતાં બચ્યાં?


કોઈ કહેશે કે પુછવા તમને આવા,

સવાલો જ જડયાં?

હા, પણ પહેલાં કહો કે તમે

ક્યારેય પ્રેમમાં પડયાં?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama