STORYMIRROR

Umesh Tamse

Drama Inspirational Romance

3  

Umesh Tamse

Drama Inspirational Romance

જાણી હું શકું

જાણી હું શકું

1 min
13.8K


મારા દિલમાં જો ના ઉતરી હું શકું,

તો જગતમાં કંઈ ના પામી હું શકું,


પાનખરને જાણી જાઉં જો કદી,

તો જ આ જીવનને જાણી હું શકું,


પ્રેમ મારી ભીતરે જો હોય બહું,

તો અહમ દિલમાંથી કાઢી હું શકું,


રામ જેવું દિલ જો મારું હોય તો,

બોર ખાટાં જગનાં ચાખી હું શકું,


યોગ્ય મારી હોય જો ઈચ્છા બધી,

શાંતિ દિલમાં તોજ રાખી હું શકું,


લાગણી તો છે ઘણી 'ધબકાર' માં,

તો જ સૌને દિલથી ચાહી હું શકું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama