STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Inspirational

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Inspirational

મારો તખત

મારો તખત

1 min
13.9K


હું જ્યાં ને જે સ્થિતિમાં બેઠો છું એજ મારો તખત છે. .

હર દિન હર ઘડી હર પલ બસ મારો જ વખત છે,


આમ તો મારાં આંસુઓથી જ હળવોફુલ થઇ જાવ છું,

છતાંય હસવા ને હસાવવાનો પ્રયત્ન તો સતત છે,


લાગણીવશ થયેલા અત્યાચાર ખાળી શકું છું પ્રેમથી,

શાયદ આ મારી કમજોરી જ જાણે મારી તાકાત છે,


આંખોના ઈશારાની જાણકારી થઇ જ્યારથી હૃદયને,

સમજાયું કે પ્રેમની ભાષા પણ કેટલી જબરજસ્ત છે,


શક્યતા જીતવાની તો હર મોરચે હતી પુરતી મારી,

પણ મારી જિંદગી જીવવાની રીતજ થોડી અલગ છે,


જે'દી થી સાવચેતીને મૂકી દીધી મેં અભરાઈ ઉપર,

બસ તે'દી થી આ જિંદગી જાણે ખૂબ જ સલામત છે,


બીજાના કર્મોના ફેસલા માટે એક "પરમ" અદાલત છે,

આપણા ફેસલા તો સમજણ સામે "પાગલ" બગાવત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama